શિક્ષણનાં સુધારા માટે બે મોટા પગલા, ભાર વિનાનું ભણતર અને શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

6 વર્ષ પેહલા
  • કૉપી લિંક
7 વર્ષ પહેલા બનાવી વેબસાઇટ - Divya Bhaskar
7 વર્ષ પહેલા બનાવી વેબસાઇટ

જૂનાગઢ: શિક્ષક ડિજીટલ નહીં બને તો સમાજ ડિજીટલ નહીં બની શકે. ડિજીટલનું પાયાનું જ્ઞાન શાળાથી જ વહેતુ થવું જોઇએ. તોજ સમગ્ર સમાજ ડિજીટલ તરફ આગળ વધી શકશે. આ શબ્દો રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા બરવાળા માધ્યમિક શાળાનાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક બલદેવપરી ઝવેરપરીનાં છે.

 

શિક્ષકે ઘરે 7 લાખનો સ્ટુડિયો બનાવ્યો, વીડિયો બનાવી શિક્ષકો સુધી પહોંચાડે છે

 

તમને જાણીને આશ્ચર્ય થશે કે બલદેવપરીએ વર્ષ 2011માં શિક્ષણનાં પ્રેરણા પુષ્પ www.baldevpari.com વેબસાઇટ બનાવી છે. છેલ્લા સાત વર્ષથી આ વેબસાઇટનાં માધ્યમથી શિક્ષણ યજ્ઞ કરી રહ્યા છે. બલદેવપરીએ શિક્ષકો જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો, ખેડૂતો, ગૃહિણીઓ અને મનોરંજનનાં શોખીનો માટે વેબસાઇટ કમ ગ્લોબ બનાવ્યું છે. તેમની આ વેબસાઇટ પર તમામ પ્રકારની માહિતીઓ અપલોડ કરે છે.

 

તેના માટે બલદેવપરીએ પોતાનાં ઘરે જ સાત લાખનાં ખર્ચે સ્ટુડિયો બનાવ્યો છે. આ સ્ટુડિયોમાં તે પોતાની જાતે જ વીડિયો રેકોડીંગ કરે છે બાદ તેમાં એડીટીંગ કરી તેમની વેબસાઇટ પર મુકે છે. બલદેવપરીનાં કહેવા મુજબ તેમની વેબસાઇટ પર 9280055 વિઝીટર છે. આ વેબસાઇટ ઉપરથી તમામ પ્રકારની માહિતી મળી રહી છે એટલુંજ નહીં સરકારની જુદી-જુદી લીંક પર મુકવામાં આવી છે. દા.ત. આરટીઓની કામગીરી હોય તો  વેબસાઇટ ઉપરથી જોઇ શકાય છે.

 

રાજ્યનાં બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો છે

 

રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બે શિક્ષકોની પસંદગી રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઇ છે જેમાં જૂનાગઢનાં બલદેવપરીનો સમાવેશ થાય છે. આ પહેલા બલદેવપરીને રાજ્યનાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચુકયો છે. આજ સુધીમાં તેમને 14 એવોર્ડ મળ્યા છે. એટલુંજ નહીં યુનિસેફ દ્વરા બ્લોગર્સની ખાસ કાર્યશાળામાં પણ તેમની પસંદગી કરવામાં આવી હતી.

 

1100 ક્વિઝ પણ મુકી, વિજ્ઞાન મેળા માટે 300 વીડિયો મુક્યા

 

ટાટ, ટેટ, તલાટી મંત્રી, યુપીએસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે 1100 ક્વિઝ પણ મુકી છે. તેમણે કહ્યું હતું કે, એક ક્વિઝ બનાવતા ઓછામાં ઓછો 8 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાનું માર્ગદર્શન મળી રહે તે માટે 300 જેટલા વીડિયો પણ મુક્યા છે.