• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ડિજિટલ શિક્ષણ: શિક્ષકે ઘરે 7 લાખનો સ્ટુડિયો બનાવ્યો

ડિજિટલ શિક્ષણ: શિક્ષકે ઘરે 7 લાખનો સ્ટુડિયો બનાવ્યો

6 વર્ષ પેહલા
  • કૉપી લિંક
શિક્ષક ડિજીટલ નહીં બને તો સમાજ ડિજીટલ નહીં બની શકે. ડિજીટલનું પાયાનું જ્ઞાન શાળાથી જ વહેતુ થવું જોઇએ. તો જ સમગ્ર સમાજ ડિજીટલ તરફ આગળ વધી શકશે. આ શબ્દો રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા બરવાળા માધ્યમિક શાળાનાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક બલદેવપરી ઝવેરપરીનાં છે. તેમણે 2011માં www.baldevpari.com વેબસાઇટ બનાવી છે. છેલ્લા સાત વર્ષથી આ વેબસાઇટનાં માધ્યમથી શિક્ષકો જ નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો, ખેડૂતો, ગૃહિણીઓ અને મનોરંજનનાં શોખીનો માટે વેબસાઇટ કમ ગ્લોબ બનાવ્યું છે. તેમની આ વેબસાઇટ પર તમામ પ્રકારની માહિતીઓ અપલોડ કરે છે. તેના માટે બલદેવપરીએ પોતાનાં ઘરે જ સાત લાખનાં ખર્ચે સ્ટુડિયો બનાવ્યો છે. આ સ્ટુડિયોમાં તે પોતાની જાતે જ વિડીયો રેકોડીંગ કરી તેમની વેબસાઇટ પર મુકે છે.

રાજ્યનાં બેસ્ટ ટીચરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે
રાજ્યમાંથી પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બે શિક્ષકોની પસંદગી રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે થઇ છે જેમાં બલદેવપરીનો સમાવેશ થાય છે. આ પહેલા તેમને રાજ્યનાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચુકયો છે. તેમને 14 એવોર્ડ મળ્યા છે. યુનિસેફ દ્વારા બ્લોગર્સની ખાસ કાર્યશાળામાં પણ તેમની પસંદગી કરાઈ હતી.

1100 ક્વિઝ, 300 વીડિયો મૂક્યા
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે 1100 ક્વિઝ મુકી છે. તેમણે કહ્યું હતું કે, એક ક્વિઝ બનાવતા ઓછામાં ઓછો 8 કલાકનો સમય લાગે છે. શાળામાં યોજાતા વિજ્ઞાન મેળાનું માર્ગદર્શન મળી રહે તે માટે 300 જેટલા વિડીયો પણ મૂક્યા છે.